કલોલ તાલુકાનાં પલોડીયા પડતર પાસેથી યુવક અને યુવતીએ કર્યો આપઘાત.

કલોલ તાલુકાનાં પલોડીયા ગામ પાસે પડતર પલોડીયા ગામમાં લીમડાના ઝાડ નીચેથી યુવાન અને સગીરવયની યુવતીની લાશ મળી આવતા કલોલ તાલુકા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. તપાસ દરમ્યાન પોલીસે જણાવ્યુ કે પલોડીયા ગામનો રહેવાસી યુવક અને બહાર ગામથી રોજગારી માટે આવેલ પરિવારની યુવતી વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો. પણ સમાજના બંધનોના કારણોસર બંનેનું મિલન થઈ શકે તેમ ન હતું. તે ડરમાં બન્નેએ આપઘાત કરી લીધો હતો. ઈન્સ્પેકટર આર.બી.રાણાએ જણાવ્યુ હતું કે, પલોડીયા ગામનો રહેવાસી કિશન બુધાજી નામના 22 વર્ષીય ઠાકોર યુવક અને રાંચરડા ગામમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 15 વર્ષીય યુવતી મોહિની રામભરોશે દોહરેના મૃતદેહ પલોડીયા ગામમાં ખ્યાતિ ફઆન્ડેશનની પાસે આવેલ પડતર પ્લોટની અંદરથી મળી આવ્યા હતા. આ પ્રેમીઓએ લીમડાના ઝાડમાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસ તપાસથી મળતી વિગતો પ્રમાણે આ યુવક અને યુવતી ગત 20મીથી ગાયબ હતા અને સોમવારે તેમની લાશ મળી આવી હતી.બન્નેની લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. બનાવની નજરે આ બનાવ આપઘાતનો લાગે છે. પણ પોલીસ દ્વારા આ બનાવની તપાસ કરવામાં આવી રહી છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *