ઉનાના દેલવાડા ગામમાં એક શખ્સની ભાઈગીરી વિરુદ્ધ ત્યાંના લોકોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર.
ઉના તાલુકાનાં દેલવાડા ગામમાં એક શખ્સની વધતી જતી ભાઈગીરી વિરુદ્ધ ગ્રામજનો ઘણા ક્રોધે ભરાયા છે. અને તેની વિરુદ્ધ બધુ જ બંધ પાળીને વિરોધ પ્રદર્શણ કર્યો હતો. અને આ મુદ્દે ઉના મામલતદારને આવેદન પત્ર આપીને પગલાં લેવા રજૂઆત કરી. 15 હજારની વસ્તી ધરાવતું દેલવાડા ગામ રમેશ વંશ નામના શખ્સની દાદાગીરીને સહન કરી રહ્યા છે. રમેશ વંશ ઘણા સમય પહેલા જ દેલવાડા પાસે આવેલા રજપાર બંદરેથી આવ્યો હતો. અને ત્યાંના રહેવાસીઓને અનેક પ્રકારે પરેશાન કરવાનું શરૂ કરીને પોતાના દહેશતનો ડર ઉભો કરી દીધો છે. અને લોકોને બ્લેકમેલ કરીને જોરજબરી પૈસા પડાવી રહ્યો છે. ત્યારે ગ્રામજનોએ શાહસ બાંધીને તે શખ્સ વિરુદ્ધ મોરચો માંડ્યો છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.