નવલખીના દરિયાના કિનારે રોઝી બંદર નજીક જહાજમાં અચાનક ગેસ લીક થતાં બે વિદેશીઓનું મૃત્યુ નીપજયું.ત્રણને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા.

કચ્છના નવલખી દરિયાના કિનારે આવેલા રોઝી બંદર નજીક કાર્ગો શીપ કોલસા ભરીને આવી હતી. તે દરમ્યાન કેબિન ક્રિમાં અચાનક ગળતર થવાથી બે વિદેશીઓનું મૃત્યુ નીપજયું હતું. તેમજ ત્રણ શખ્સોને સારવાર અર્થે જામનગરની જી.જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે સવારના સમયે સિંગાપોરથી ફેન્ગયુ હાઇ નામના ચાઇનીઝ કાર્ગો શીપ કોલસા ભરીને નવલખી આવી રહ્યું હતું. ત્યારે આ કાર્ગો શિપમાં હોર્સ કવર ખોલીને હોર્સ પાઈપમાં કામ કરવા જતાં અચાનક ગેસ લીક થવાના કારણે પાંચ વિદેશીઓને અસર થઈ હતી. તેમાં બે વિદેશીઓનું મૃત્યુ નીપજયું હતું. તેમજ ત્રણ વિદેશીઓને સારવાર માટે જામનગરની જી.જે.હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેઓને કાર્ગો શીપમાંથી નાની લાઈફ બોટની મદદથી જામનગર ખસેડાયા હતા. અને આ શીપ સ્કોર્પિયો શિપિંગ કંપનીની છે.અને તેની ઓફિસ ગાંધીધામમાં આવેલી છે. આ બનાવના પગલે તેમને જાણ કરવામાં આવી છે. આ ચાઇનીઝ કાર્ગો જહાજ નવલખી બંદરે જતું હતું. તેવામાં આ બનાવ બન્યો હતો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *