અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વેપારીઓ દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હતું

રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ તથા નગરપાલિકા દ્વારા બેઠક યોજાઇ હતી…
જેમાં નિર્ણય લેવાયો હતો કે, રાજુલામાં ૩ અઠવાડિયા સુધી અને અઠવાડિયામાં બે દિવસ શનિવાર અને રવિવાર ના રોજ સંપૂર્ણપણે વેપારીઓ સ્વેચ્છિક દુકાનો બંધ રાખવાની રહેશે….
ત્યારે આજરોજ રાજુલામાં તમામ વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખી લોકડાઉન કરવામાં આવ્યું હતું…
જ્યારે રાજુલામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ દુકાનો ખુલ્લી રહેશે…
જેમકે મેડીકલની દુકાનો , દૂધની દુકાનો , જેવી દુકાનો ખુલ્લી રહેશે…
હાલમાં કોરોના મહામારીને હિસાબે દિનપ્રતિદિન કોરોનાના કેસ વધતા હોય તેના અનુસંધાને બજારમાં ભીડ ઓછી થાય , કોરોના સંક્રમણ ઓછું થાય, તે માટે રાજુલામાં લોકડાઉન કરવામાં આવ્યું હતું….
ટાવર ચોક , હવેલી ચોક વિસ્તાર , જાફરાબાદ રોડ, પોલીસ લાઈન વિસ્તાર , જગાતનાકા વિસ્તાર , જેવા અનેક વિસ્તારોમાં વેપારી દુકાન બંધ રાખવામાં આવી હતી…
રીપોર્ટર:- ધર્મેશ મહેતા રાજુલા….