ઉના-ભાવનગર હાઇવે રોડ પરથી કોઈ અજાણ્યા શખ્સની લાશ મળી.
ઉના-ભાવનગર હાઇવે ઉપર વ્યાજપુર ગામમાં કોઈ અજાણ્યા શખ્સની કોહવાયલ મૃતદેહ મળી આવતા પોલીસે ઘટનાની જગ્યાએ દોડી આવી હતી. ઉનાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ઉના-ભાવનગર નેશનલ હાઇવે રોડ પર વ્યાજપુર ગામ નજીક ફોરલેનનું કામ ચાલુ હોય આજે રખડતા શ્વાન દ્વારા માટીના ઢગલાની અંદરથી દટાયવેલી કોઈ અજાણ્યા વ્યક્તિની શડી ગયેલી લાશ બહાર કાઢવામાં આવી હતી. આ મામલાની જાણ થતાં ઉના પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી આવી હતી. અને આ લાશનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ લાશ એક મહિનાથી ત્યાં દટાયેલી હોવાનું અંદાજો કરવામાં આવેલ છે. પોલીસે અજાણ્યા શખ્સની લાશને ઉનાની સરકારી હોસ્પીટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડાઇ હતી. અને આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.