ભાવનગર શહેરના ગાંધી સ્મૃતિ પાછળ દસએક ફોર વ્હીલ કારના કાંચ કોઈ અજાણ્યા શખ્સોની ટોળીએ તોડીને છૂ થઈ ગયા.
ભાવનગર શહેરના ગાંધી સ્મૃતિ પાછળ હરિયાળા પ્લોટ વિસ્તારમાં મોડી રાત્રિના સમયે દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોની ટોળી દ્વારા રોડ ઉપર પાર્ક કરેલી દસક કારોના કાંચની તોડીને નુકસાન કરીને નાસી ગયા હોવાની પોલીસ મધ્યે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસના માધ્યમથી મળતી માહિતી મુજબ શહેરના ક્રેસન્ટ ગાંધી સ્મૃતિની પાછળના હરિયાળા પ્લોટ વિસ્તારમાં પોતાના ઘર પાસે પાર્ક કરેલી દસએક જેટલી કારોમાના કાંચની કોઈ અજાણ્યા શખ્સોની ટોળી દ્વારા લોખંડના પાઇપો વડે તોડફોડ કરીને ત્યાંથી નાસી છૂટ્યા હતા.મોડી રાત્રિના સમય દરમિયાન બનેલ આ ઘટનાની જાણ સવારના થતાં કારના માલિકો ચોંકી ગયા હતા.અને કોઈ પણ કારણ વગર આટલું નુકસાન કરી તોડફોડની આ બનાવને પાર પાડનારા આવા લુખ્ખા તત્વો સામે ત્યાંના રહેવાસી મનોજભાઇ સતિષભાઇ શાહે ફરિયાદ કરતાં બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.