અંજાર તાલુકાનાં ભીમાસર ગામમાં આવેલ બાબા સાહેબની પ્રતિમા ઉપર લુખ્ખા તત્વો દ્વારા જૂતાઓના હાર પહેરાવવામાં આવ્યા છે,આ ઘટનાએ દલિત સમાજમાં રોષની લાગણી ફેલાઈ રહી છે.
અંજાર તાલુકાનાં ભીમાસરમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જૂતાનો હાર પહેરાવતા દલિત સમાજમાં રોષની લાગણી ફેલાઈ રહી છે. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોમાં ક્રોધ સાથે ભીમાસર પહોંચી ગયા છે. અંજારના ભીમાસરની પંચાયત કચેરીની અંદર જ આ પ્રતિમા સ્થાપિત કરેલી છે. સવારે આ ઘટના સમાજના યુવકોના ધ્યાને આવ્યા બાદ થોડી જ વારમાં આ વાત વાયુવેગની જેમ બહાર ફેલાઈ ગઈ જેને લઈને 1000 થી પણ વધારે લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. અંજાર પોલીસ સહિત અધિકારીઓનો કાફલો પણ બનાવ સ્થળે પહોંચી આવી હતી. હાલે આ ઘટનાની તપાસ પોલીસે શરૂ કરી છે. પરંતુ સમાજના આગેવાનોએ જ્યાં સુધી કોઈ યોગ્ય તપાસ કે પછી ખાતરી નહિ મળે ત્યાં સુધી પ્રતિમા ઉપર થી હાર ઉતારવા દેવાનો ઇન્કાર કર્યા હોવાનું સુત્રો અનુસાર જાણવી રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં ત્યાનાં સ્થાનીક રાજકીય આગેવાનો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અને આ બનાવને ઠંડો પાડવાના પ્રયાસો શુરૂ કરી રહ્યા હતા. જો કે, બાબા સાહેબની આ પ્રતિમા સાથે થયેલા આવા કૃત્યથી સમગ્ર કચ્છના દલિત સમાજમાં હાલે ખુબજ રોષની લાગણી ફેલાઈ રહી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.