અબડાસા તાલુકાના કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ભારત ગ્રુપ નલીયા દ્વારા રાતા તળાવ મધ્યે કોવિડ કેર સેન્ટર સરૂ કરવામાં આવ્યો

અબડાસા તાલુકાના કોરોના પોઝિટિવ દર્દીઓને ઘર આંગણે જ સુવિધા સભર સારી સેવાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના સહયોગથી  શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ તથા શ્રી ભારત ગ્રુપ નલીયા દ્વારા રાતા તળાવ મધ્યે આ કોવિડ કેર સેન્ટર સરૂ કરવામાં આવ્યો છે

અંતરિયાળ અને દુર્ગમ ગામોથી બનેલા આ તાલુકામાં સેવાઓ આપવી તે અતિ કઠિન છે ન કોઈ સંસ્થાઓ એકલા હાથે કામ કરી શકે કે ન તો સરકાર એકલા હાથે કામ કરી શકે આથી સરકાર અને સંસ્થાઓના સંયુક્ત પણે શરૂ કરવામાં આવેલ આ કોવિડ કેર સેન્ટર પ્રજા માટે આશીર્વાદ સમાન છે કોરોના ગ્રસ્ત દર્દીઓને દવાખાનાનો અહેસાસ પણ ન થાય અને પોતાના ઘર જેવો માહોલ મળી રહે અને જલ્દી સ્વસ્થ થાય તે માટે રાતા તળાવ કોમેન્ટ કે સેન્ટર નો મેડિકલ સ્ટાફ તથા સંસ્થાના કર્મીઓ દ્વારા કોઇપણ કચાશ રાખવામાં આવતી નથી રાતા તળાવ કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયેલા એક દર્દીએ  વિડિયો મેસેજથી જણાવ્યું કે અત્રે પેશન્ટને રહેવા જમવા તથા તબીબી સેવાઓ ની પુરતી સગવડ છે તથા સંચાલકો અને કર્મચારીઓનો સવાયો સાથ મળી રહ્યો છે જ્યારે આ બાબતે સંસ્થાના સ્થાપક મનજી બાપુ એ જણાવ્યું કે હાલમાં ક્રિટિકલ પેશન્ટો માટે ઓક્સિજનની ખાસ જરૂર પડી રહી છે ખાનગી કે સરકારી તમામ ક્ષેત્રે દર્દીઓની ખૂબ જ હાલાકી જણાઈ રહી છે ત્યારે આ સંસ્થાઓ દ્વારા સરકાર શ્રી ને જણાવવામાં આવ્યું છે કે સંસ્થાની બિલ્ડિંગમાં 10 બેડ એવા છે કે જ્યાં ઓક્સિજનની લાઈન ની મિટીંગ થયેલ છે અને હજી પણ સંસ્થા દ્વારા આખી બિલ્ડિંગમાં વખતે ઓક્સિજન લાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવશે માત્ર સરકારી તંત્ર દ્વારા આ વાતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક વહીવટી કાર્યવાહી કરવામાં આવે તેની રાહ જોવાઇ રહી છે અને કદાચ હજી પણ બીજા ૫૦ બેડની વ્યવસ્થા કરવાની રહેશે તો પણ આ સંસ્થાઓ તત્પર છે તેવી ખાતરી આપવામાં આવી છે.

રિપોર્ટ બાય: દિલુભા જાડેજા-અબડાસા