જૂનાગઢ: જવેલર્સ પેઢીના 2 બંગાળી કારીગરો 89 લાખના સોનાની ચોરી કરી નાસી છૂટ્યા

મળતી માહિતી મુજબ/ જૂનાગઢની છાયા બજારમાં આવેલ 1 સોનાના ઘરેણાં બનાવવાના કારખાનામાં કામ કરતા મૂળ વેસ્ટ બંગાળના 2 કામદારોએ કારખાના તાળા તોડી, રૂપિયા 89 લાખના કાચા સોનાની તસ્કરી કરી જતાં ચકચાર મચી હતી. આ અંગે ગુનો  થતાં પોલીસે શખ્સને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.