ભુજમાં તથા કચ્છના કોવિડ માન્યતા પ્રાઇવેટ દવાખાનાઓ ભરચક ભરાયેલ જોવા મળ્યા

ભુજમાં તથા કચ્છના કોવિડ માન્યતા પ્રાઇવેટ દવાખાનાઓ ભરચક ભરાયેલ છે. ખાસ કરીને કચ્છ બહારથી આવેલ દર્દીઓ ખાનગી કોવિડ- હોસ્પિટલમાં સારી એવી સંખ્યામાં છે. હાલ એ કોવિડ દર્દીને દાખલ કરવો હોય તો સરકારે બહાર પાડેલ યાદી મુજબના ટેલીફોન મોબાઇલ ફોન અટેન્ડ થતા નથી તેથી તે હોસ્પિટલમાં જગ્યા છે કે કેમ? તે જાણવા મળતું નથી અને દર્દીઓને ભટકવું પડે છે.  બેડ ખાલી ન હોય તોપણ કોવિડ હોસ્પિટલઓએ ફોન અટેન્ડ કરવા જોઈએ જેથી દર્દીને ફોન કરતા કરતા કઈ હોસ્પિટલમાં જગ્યા મળશે તે જાણી શકે અને ખાસ કરીને અન્ય જીલ્લાઓ ના દર્દીઓ હોસ્પિટલમાં એડમિટ થાય છે આ માટે કોઈને દોસ દેવાઈ શકે નહીં પણ કચ્છના દર્દીઓને ક્યાં જવું? લોકનેતાઑ આ સમસ્યાનો રસ્તો કાઢે તો કરછના દર્દીઓની હાલાકી ધટી શકે.