અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની સંઘવી મહિલા કોલેજના ભવનનું ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું

રાજુલાની સંઘવી મહિલા કોલેજના નવનિર્માણ ભવનનું ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. શ્રીમતી હીરા લક્ષ્મીબેન ભાઈદાસ સંઘવી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ નવનિર્માણ કોલેજ બનાવવા માટે અંદાજે ૮ થી ૧૦ કરોડના ખર્ચે આ કોલેજ નવી બનાવવામાં આવશે. ધારાસભ્ય અંબરીષભાઈ ડેરેના પ્રયાસોથી આ કોલેજનુ નવનિર્માણ કરવામાં આવ્યું. મહિલા કોલેજ બનવા જઈ રહી છે. અને એ જગ્યા રાજુલા નગરપાલિકા દ્વારા ઠરાવ કરી મહીલાઓના ભણતર માટે જગ્યા આપવામાં આવી હતી. રાજુલા શહેર તથા આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને બહાર ભણતર માટે જવુ ન પડે, અને અહીંથી જ સારું શિક્ષણ કાર્ય મળી રહે, અને અહીંથી જ મહિલાઓને નોકરી મળે તેવા પ્રયાસોથી સઘવી મહિલા કોલેજનુ નવનિર્માણ થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ લાખણોત્રા , સંસ્થાના સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, નગર પાલીકા રાજુલા શિક્ષણ સમિતિ, ચેરમેન વિમળાબેન ઉનાગર , તથા ગિરધરભાઈ ઉનાગર , તથા તમામ ટ્રસ્ટીઓ તેમજ કોંગ્રેસ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. નગર શ્રેષ્ઠીઓ એ શુભેચ્છા પાઠવી હતી. અને એનસેસની મહિલાઓ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. અને કોલેજના આચાર્ય ડો. રીટાબેન રાવળે આભારવિધિ તથા સમગ્ર સમારંભ જહેમત ઉઠાવવામા આવી હતી….
બાઈટ ૧:- બાલકૃષ્ણ ભાઈ ત્રિવેદી ,(મહિલા કોલેજ ટ્રસ્ટી,)
બાઈટ ૨:- રીટાબેન રાવળ, (મહિલા કોલેજ આચાર્ય,)
રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલા….