મોરબી: 4 બોટલ શરાબ સાથે 2 ઇસમો પકડાયા

મળતી માહિતી મુજબ/ મોરબીમાં શરાબની કુલ 4 બોટલો સાથે 2 શખ્સોની અટક કરી છે. સીટી એ ડીવીઝન પોલીસે શનાળા-કંડલા બાયપાસ હાઈવે ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારના ખુણે છાપો માર્યો હતો. ઈસમોના કબજામાંથી વિદેશી શરાબની 3 બોટલો મળી આવતા રૂપિયા 900 ની કિંમતની 3 બોટલ શરાબ સાથે ઇસમની અટક કરવામાં આવેલી છે. આ અંગે પોલીસે વધુની કાર્યવાહી  હાથ ધરી છે.