શકપડતા મુદામાલ તરીકે બે મો.સા તથા ઇસમ પકડી પાડતી અંજાર પોલીસ

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે ચોરીના ગુના શોધી કાઢવા સૂચના જેથી અંજાર પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.એન રાણા સા. નાઓની સૂચના આધારે સ્ટાફના માણસો અંજાર ટાઉન વિસ્તારમા પટ્રોલીંગમા હતા તે તે દરમ્યાન વર્ષામેડી નાકા પાસે આવી એક શક પડતા વાહન ની કિંગ કરતા હતા તે દરમ્યાન એક બ્લેક કલરનુ પ્લેઝર નંબર પ્લેટ વગરનું નિકળતા તેને ઉભુ રખાવી ચેક કરતા તેના ચાલક સંતોષ કારક જવાબ આપતો ન હોઈ અને ગલ્લા તલ્લા કરવા લાગેલ આ પ્લેઝર મો.સા. ના ચાલકનું નામ-ઠામ પુંછતા તેણે પોતાનું નામ દિનેશ ખીમજીભાઇ મહેશ્વરી ઉ.વ.ર૫ રહે.મ.ન.૧૯૩ ભોલેનાથ નગર વર્ષામેડી તા.અંજાર વાળો હોવાનું જણાવેલ જેના કબ્જામાં રહેલ પ્લેઝર જોતા હીરો કંપનીનુ પ્લેઝર મો.સા. હોઈ જેમાં આગળ-પાછળ નંબર પ્લેટ લાગેલ ન હોઈ જેના એન્જીન નં-JF16EBBGJ9839 તથા ચેસીસ નં-MBLJF 16 EDGBJ20410 વાળા લખેલા હોઈ જેથી મજકુર ઈસમ પાસે તેના કબ્જામાં આ પ્લેઝર મો.સા. રાખવા અંગે કોઈ આધાર પુરાવા કે બીલ હોઈ તો રજુ કરવા જણાવતા પોતા પાસે આ વાહનના કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાવેલ અને પકડાયેલ મજકુર ઇસમની આગવી ઢબે પુછપરછ કરતા પ્લેઝર મો.સા. તથા બીજુ એક મો.સા. પોતાને મૂકેશ ખીમજી મહેશ્વરી રહે.મેઘપર બોરીચી તા.અંજાર વાળો આજથી પાંચેક દિવસ પહેલા આપી ગયેલ હોવાનુ જણાવેલ જેથી તેના રહેણાંક ઘરે તપાસ કરતા બીજુ એક કાળા કલરનું સ્પલેન્ડર પ્લસ મો.સા. જેની આગળ પાછળ નંબર પ્લેટ જોવામા આવતી નથી