મોરગર ગામે થયેલ એરંડા તથા ગુવાર ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ઈશમોને રાઉન્ડઅપ કરતી દુધઈ પોલીસ

મે.શ્રી બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પુર્વ કચ્છ ગાંધીધામ પૌલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ નાઓએ મિલ્કત તથા સબંધીત ગુન્હાઓ શોધવા તથા અટકાવવા માટે આપેલ સુચના અન્વયે ડી.એસ.વાઘેલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી અંજાર વિભાગ અંજાર તથા જી.એલ.ચૌધરી સાહેબ સર્કલ પો.ઈન્સ.શ્રી અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ દુધઇ પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. પી.કે.ગઢવી તથા પોલીસ સ્ટાફના માણસો મોરગર ગામે થયેલ એરંડા તથા ગુવાર ચોરીની તપાસમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાબતી આધારે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ત્રણ આરોપીઔને પકડી પાડેલ છે.

(૧)ગુન્હા રજીસ્ટર નંબર:-

દુધઈ પો.સ્ટે.૧૧૯૯૩૦૧૪ર૧૦૦૮૧/૨૧ ઈ.પી.કો.કલમ ૩૭૯,૪૫૭,૧૧૪ મુજબ

(ર)આરોપીઓના નામ:-

(૧) મેહુલ રવાભાઈ આહીર ઉ.વ.ર૦

(ર) ફીરોઝ લધાભાઈ ખારા ઉ.વ.ર૧

(૩) સાજીદ મેહબુબ રાયમા ઉ.વ.ર૧

રહે.ત્રણેય મોરગર તા.ભચાઉ

(૩) રીકવર કરેલ મુદ્દામાલ:-

એરંડા બોરી નંગ-૦૭ કીલો ૫૬૦ કિ.રૂ.૨૮,૦૦૦/-

ગુવાર બોરી નંગ-૦૭ કીલો ૩૫૦ કિ.રૂ.૧૪૦૦૦/-

ગુના કામે ઉપયોગ કરેલ વાહન છોટાહાથી છકડો રજી.નં.જીજે.૦૧.ડીટી.૨૬૫૦ કિ.રૂ.૫૦,૦૦૦/-

એમ કુલે કિ.રૂ.૯૨,૦૦૦/-

(૪) ગુન્હાનો એમ.ઓ. તથા ગુન્હાનો હેતુ:-

આરોપીઓ રાત્રીના સમયે જે જગ્યાએ ચોરી કરવાની હોય ત્યાં જઈ મોઢા ઉપર રૂમાલ બાંધી પહેલા ત્યાં લાગેલ સી.સી.ટી.વી. કેમેરાની રેકી કરી જો સી.સી.ટી.વી. કેમેરા લાગેલ હોય તો પહેલા તેને ડાયવટ કરી દેતા પછી ગુનહાને અંજામ આપતા હતા. આરોપીઓએ ગુવાર તથા એરંડાની સાત સાત બોરી કિ.રૂ.૪૨૦૦૦/- ની ફરીયાદીના વરંડામાંથી ચોરી કરી દિવાલ કુદાવી ટેમ્પામાં ભરી ગામની સીમમાં લઈ ગયેલ અને ત્યાં ખાડામાં મુદ્દામાલ દાટી ઉપર માટી નાખી દીધેલ હતી અને તેઓએ પોતાના મોબાઈલ પોલીસમાં પકડાઈ જવાની બીકે ગામના તળાવમાં નાખી દીધેલ હતા. આ કામગીરીમાં પો.સબ.ઈન્સ.શ્રી પી.કે.ગઢવી સાથે સ્ટાફના એ.એસ.આઈ. સરદારસિંહ તથા એ.એસ.આઈ. સિધ્ઘરાજસિંહ તથા પો.કોન્સ.ભાવેશભાઈ જોડાયેલ હતા.