આઇ.ડી વડે ક્રિકેટ જુગાર(સટ્ટો) બે ગુના શોધી આરોપીઓને ઝડપી પાડતી અંજાર પોલીસ

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ/જુગારના કેશો શોધવા સુચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા સા.નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે વાગડીયા ચોકમાં આવેલ રામ ઓટા પાસે હુશેની ઉર્ફે રઘુ ચૌહાણ રહે.સાંધ ફળીયુ અંજાર વાળો જાહેરમાં પોતાના મોબાઇલ ફોનમાં ઓનલાઇન આઇ.ડી વડે ક્રિકેટ જુગાર(સટ્ટો )હાલમા ચાલુ ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટાના પૈસાની હારજીતનો જુગાર સાથે રમી રહેલ છે અને હાલે આર.સી.બી. તથા દિલ્હી કેપિટલ ટીમ વચ્ચે ૨૦-૨૦ ક્રિકેટ મેચ ચાલુમા છે જેના ઉપર આ હુશેની ઉર્ફે રઘુ ઓનલાઇન ક્રીકેટ સટ્ટાનો જુગાર રમી રમાડે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી હુશેન ઉર્ફે હુશેની ઉર્ફે રઘુ આમદ ચૌહાણ ઉ.વ.૩૦ રહે. સાંગ ફળીયુ, કુંભાર ચોક,અંજાર રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન સાથે પકડી પાડેલ તેમજ અંજારના મારૂતી ગ્રાઉન્ડ પાસે આવેલ ડો. માતંગ સાહેબના દવાખાના પાસે હમઝા કુંભાર રહે,અંજાર વાળો ચા ની કેબિન પાસે બેસી પોતાના મોબાઇલ ફોનમાં ઓનલાઇન હાલમા ચાલુ ર૦-ર૦ ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટાના પૈસાની હારજીતનો જુગાર સાથે રમી રહેલ છે હમઝા ઇલીયાસ કુંભાર ઉ.વ.ર૮ રહે. પ્રજાપતિ છાત્રાલય પાછળ અંજાર વાળો ઓનલાઇન ક્રીકેટ સટ્ટાનો જુગાર રમતા રેઇડ કરતા નિચે જણાવેલ મુદ્દામાલ મળી આવેલ અને મજકુર બન્ને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ
પકડાયેલ આરોપીઓ:-
(૧) હમઝા ઇલીયાસ કુંભાર ઉ.વ.૨૮ રહે. પ્રજાપતિ છાત્રાલય પાછળ અંજાર
(ર) હુશેન ઉર્ફે હુશેની ઉર્ફે રઘુ આમદ ચૌહાણ ઉ.વ.૩૦ રહે, સાંગ ફળીયુ, કુંભાર ચોક,અંજાર
હાજર ન મળેલ આરોપી
લતીફ રહે. રાપર
કબ્જે કરેલ મુદામાલ
(૧) કુલ્લ રોકડા રૂપીયા- ર૯૧૦/-
(ર) મોબાઇલ ફોન નંગ-૦ર કિ.રૂ.૧૫૦૦૦/-
* એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ.-૧૭,૯૧૦/૦૦*
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ સાથે તથા અંજાર
પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.