રાપર કોવિડ કેર સેન્ટરમાં ખુટતી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાપર નગરપાલિકાના ઉપપ્રમુખની માંગણી

રાપર: હાલ સમગ્ર દેશમાં કોવિડ-19 અંતર્ગત કોરોના સંક્રમણ વધતા રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પોઝીટીવ કેસ બહાર આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા રાપર અને પલાંસવા સીએચસી ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે તે રાપર તાલુકાની જનતા માટે ખૂબ ઉપયોગી છે ત્યારે રાપર અને પલાંસવા ખાતે ના કોવિડ કેર સેન્ટર ખાતે અપુરતી સુવિધા પૂર્ણ કરવા માટે રાપર નગરપાલિકા ના ઉપ પ્રમુખ મહેશ્વરી બા ભિખુભા સોઢા એ એક આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે રાપર અને પલાંસવા મા અનુક્રમે રાપર તાલુકામાં ચાલીસ બેડ અને પલાંસવા મા પંદર બેડ ની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં રાપર કોવિડ કેર સેન્ટર રાપર ના મોર્ડન સ્કૂલ ની હોસ્ટેલમાં શરૂ કરવા મા આવ્યું છે જેમાં હાલ ઓક્સિજન માટે ચાર કીટ ઉપલબ્ધ છે જેમાં ચાર વ્યક્તિઓ ને જ ઓક્સિજન મળતો રહે છે તો તમામ ચાલીસ બેડ ને ઓક્સિજન સાથે જોઇન્ટ કરવા ની તાત્કાલિક જરૂર છે તો હાલ રાપરમાં ડોક્ટર ની નિમણૂક હંગામી ધોરણે કરવામાં આવી છે તેની જગ્યાએ એમ ડી ડોક્ટર ની નિમણૂક કરવામાં આવે તો રેમડેસીવર ઈન્જેક્શન રાપર મા મળી રહે તો રાપર લાકડીયા સામખીયારી આડેસર મનફરા ચોબારી સુવઈ ખડીર. રામવાવ ભીમાસર ગાગોદર પલાંસવા સહિત ના વિસ્તારોમાં રહેતા લોકોને કોરોનાની સારવાર માટે ના રેમડેસીવર ઈન્જેક્શન માટે અંજાર કે ભુજ ના ધક્કા ખાવા પડે નહિ ઉપરાંત રાપર કોવિડ કેર સેન્ટર અપુરતા સ્ટાફના કારણે સારવાર માટે વિલંબ થાય છે તો પંદર આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ ની નિમણૂક કરવામાં આવે તો લોકોને રાહત રહે રાપર તાલુકામાં આરટીપીસીઆર ના નમૂના લઇ ભુજ ખાતે મોકલવામાં આવે છે તો કોરોના નો રિપોર્ટ આવતાં ચાર પાંચ દિવસ લાગે છે તો રાપર અથવા ભચાઉ ખાતે લેબોરેટરી ટેસ્ટ શરૂ કરવા માટે પણ માંગણી કરવા મા આવી છે રાપર પલાંસવા ખાતે હાલ દસ પંદર જેટલી ઓક્સિજન ની બોટલ રાખવામાં આવે છે તો વધુ જથ્થો રાખવામાં આવે તે જરૃરી છે જેથી ઓક્સિજન ખુટી જાય તો દોડવું ના પડે ઉપરાંત રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર કોવિડ-19 અંતર્ગત સર્વે હાથ ધરવામાં આવે તો લોકોને રાહત રહે તેવી માંગણી કરી હતી.

  રાપર શહેર ના ભાજપના આગેવાન ભિખુભા સોઢા એ એક યાદીમાં જણાવ્યું હતું રાપર શહેર ની પચાસ હજાર ની વસ્તી અને 227 વાંઢો અને ત્રીસ થી વધુ ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને જો ઉપરોક્ત માંગણી અંગે યોગ્ય કાર્યવાહી સરકાર દ્વારા હાથ ધરવામાં આવે તો વાગડ વિસ્તારના લોકો કોરોના ને હરાવીને જાકારો આપી શકે તેમ સક્ષમ છે ઉપરોક્ત અપુરતી સુવિધા તાત્કાલિક અસરથી પૂર્ણ કરવા માટે માંગણી ઉઠી છે તો ચેમ્બર ઓફ કોમર્સ  એ પણ કોવીડ કેર સેન્ટરમાં સુવિધા વધારવા માટે તાત્કાલિક અસરથી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી આવેદનપત્ર પાઠવી માંગણી કરવા મા આવી છે અને ખુટતી કડી પુરી કરવા માટે માંગણી કરી હતી.