ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા કોરોના વાયરસની પરિસ્થિતિમાં દર્દીઓને અને તેના પરિવારને પડતી તકલીફોને લઈ સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેરી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કોંગ્રેસ દ્વારા કોરોના વાયરસની મહામારીમા દર્દી તેમજ તેમના પરિવારજનોને પડતી મુશ્કેલીઓ જેમ કે ઇન્જેક્શન, ઓક્સિજન, સારવાર માટે દર્દીને મજબૂરી અનેકો દિવસ રાહ જોવી પડે છે અથવા તો જીવ ગુમાવવાનો પણ વારો આવે છે ત્યારે તંત્ર તરફથી અને સરકાર તરફથી આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને દર્દીઓની સાર સંભાળ અને સારવાર માટેની પુરતી વ્યવસ્થા ન હોવાને કારણે દર્દીઓ અને તેમના પરિવારના સદસ્યો ભારે હેરાન થઇ રહ્યા છે અને મોતને પણ ભેટી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા આ મામલે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે અને જલ્દીથી પરિસ્થિતિ કાબુમાં લેવામાં આવે તેવી માંગ સાથે ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

બાઈટ:- લાખાભાઈ ડાંગર (પૂર્વ પ્રમુખ, ઉપલેટા તાલુકા પંચાયત)

રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા