ગાંધીધામ, અંજાર, આદિપુરના 200 જેટલા કોરોના દર્દીઓને ઓક્સિજન ન મળતા હાલત બની કફોડી

મળતી માહિતી મુજબ/ કલેક્ટર દ્વારા જિલ્લાની કોવિડ હોસ્પિટલોને નિયત મર્યાદામાં ઓક્સિજન ના સિલિન્ડર ફાળવવા તેવો આદેશ કરાતાં જે લોકો ઘર બેઠા સારવાર મેળવી રહ્યા છે તેવા ગાંધીધામ, અંજાર, આદિપુરના 200 જેટલા કોરોના દર્દીઓનેને ગઈ કાલે ઓક્સિજન ન મળતાં તેમની હાલત કફોડી બની ગઇ છે. હોસ્પિટલોમાં પથારી ન મળવાથી ઘર બેઠા સારવાર મેળવતા દર્દીઓને ને ઓક્સિજન ન અપાતાં અંજાર, ગાંધીધામ અને આદિપુરના 200 જેટલા દર્દીઓની મુશ્કેલી વધી ગઇ છે. કચ્છમાં કોરોનાના દર્દીઓને સમયસર ઓક્સિજન ના સિલિન્ડર ન મળવાથી મોત માં વધારો થઈ રહ્યો છે. વધુમાં કોવિડ હોસ્પિટલોમાં પથારી ન મળતાં તબીબોએ જે-તે દર્દીને તેના ઘરે સારવાર આપવાનું શરૂ કર્યું છે.