ભુજના હાજીપીરમાં અર્ચન કંપનીમાં ટ્રક નીચે કચડાતા યુવાનનું મૃત્યુ

મળતી માહિતી મુજબ/ ભુજ : તાલુકાના હાજીપીરમાં અર્ચન કંપનીમાં ટ્રક ચાલકનું મૃત્યુ  થયું હતું. ટ્રક નીચે કચડાતા યુવક મોતને વહાલું કર્યું હતું. નરા પોલીસ દ્વારા આ અકસ્માતમાં નખત્રાણાના ટોડિયામાં રહેતા યુવકનું મોત થયું  હતું. હતભાગી પોતાના કબજાની ટ્રકમાં હાજીપીર નજીક આવેલ અર્ચન કંપનીમાં મીઠું ભરવા જતો હતો. દરમ્યાન અચાનક ટ્રક અચાનક ખરાબ થઈ જતા તે નીચે ઉતરીને ચેક કરતો અને એકાએક ટ્રક ચાલુ થઈને આગળ જતા હતભાગી ટાયર નીચે આવી ગયો હતો. બનાવ બાદ યુવાનને સારવાર અર્થે  હોસ્પિટલમાં ખસેડવા તપાસ હાથ ધરાઈ હતી. પરંતુ સારવાર મળે તે પહેલા તે મોતને ભેટયો હતો.  ઘટનાને કારણે નરા પોલીસે અકસ્માત મોતની ફરિયાદ  નોંધતા પોલીસે વધુની કાર્યવાહી  હાથ ધરી છે.