કોરોનાના લીધે ભારતના પૂર્વ એટર્ની જનરલ સોરાબજીનું નિધન

મળતી માહિતી મુજબ/ કોરોના મહામારી વચ્ચે દેશનો મૃત્યુઆંક વધી રહ્યો છે એવામાં ભારતના પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજી નું નિધન થયું છે. વરિષ્ઠ વકીલ પૂર્વ એટર્ની જનરલ અને પદ્મા વિભુષણ સોલી સોરાબજી નો આજે સવારે કોરોના સંક્રમિત થયા બાદ નિધન થયું છે. તેઓ ૧૯૮૯ થી ૯૦ અને ત્યારબાદ ૧૯૯૮ થી ૨૦૦૪ દરમિયાન દેશના એટર્ની જનરલ હતા. સોલી સોરાબજીનું જન્મ ૧૯૩૦ મા બોમ્બેમાં થયો હતો. તે ૧૯૫૩ થી બોમ્બે હાઈકોર્ટમાં એક કિસ કરી રહ્યા હતા. ૧૯૭૧ માં,સોલી સોરાબજી સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ બન્યા હતા. એ વખત ભારતના એટર્ની જનરલ હતા. તેઓ પ્રથમ વખત ૧૯૮૯ થી ૯૦ અને બીજી વખત ૧૯૯૮ થી ૨૦૦૪ દરમિયાન એટર્ની જનરલ હતા. સોલિ સોરાબજી દેશના મોટા માનવ અધિકાર વકીલમાં માન્યતા ધરાવે છે.