હવે ક્રિટિકલ દર્દીઓને ટોકન વિના જ ધન્વંતરિ હોસ્પિટલમાં એડમિટ કરાશે

મળતી માહિતી મુજબ/ જલદી સારવાર માટે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો કાર્યરત કરાઈધન્વંતરિ હોસ્પિટલમાં ટોકન ઉપરાંત 108 તથા ક્રિટિકલ સ્થિતિમાં આવતા દર્દીઓને પણ સારવાર અપાશે.ગુરુવારે હોસ્પિટલ બહાર ક્રિટિકલ દર્દીનાં સગાં તથા પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુંગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ના સંયુક્ત ઉપક્રમ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ છે. જોકે હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે ટોકન સિસ્ટમ શરૂ કરાતા મોટો હોબાળો મચ્યો હતો. ગુરુવારે ટોકન પ્રથાને કારણે હોસ્પિટલના દરવાજે જ વધુ એક દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. રાત્રે 9 વાગ્યાની આસપાસ આવેલા ચારેય દર્દીનું ઓક્સિજન લેવલ ખૂબ ઓછું હતું છતાં દાખલ ન કરાતાં એક દર્દીનું મૃત્યુ થયું હતું. ત્યારે હવે ધન્વંતરિ હોસ્પિટલ દ્વારા ક્રિટિકલ દર્દીઓને ટોકન વિના જ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે દર્દીઓની સેવામાં ‘ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો’ પણ કાર્યરત કરાઈ છે.