બોટાદ ખાતે આવેલ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર તેમજ બોટાદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો

હાલમાં કોરાની વૈશ્વિક મહામારી હોય અને સરકાર તરફથી કોરોના  ના કેસ વધે નહી તેવા હેતુસર જાહેરનામુ બહાર પાડેલ  હોય જેથી કરીને હાલમાં વેપારી તેમજ અન્ય વ્યાપાર ધંધા બંધ છે જેના કારણે ગરીબ અને નાના તથા મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ત્યારે બોટાદમાં શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર તથા બોટાદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા ગરીબ અને મજૂરી યાત વર્ગના માણસોને એક ટંકનું ભોજન મળી રહે તે હેતુસર સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. આ ભોજનના સેવાયજ્ઞ આજથી આવતી તારીખ 5 મે સુધી શરૂ રાખવાનું હાલમાં આયોજન કરવામાં આવ્યું છે.

રિપોર્ટ બાય: લાલજી -બોટાદ