દુકાનમાં ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ થતાં યુવાન ગંભીર રીતે દાઝ્યો


મળતી માહિતી મુજબ/ અડાજણ વિસ્તારમાં ધોબીના ખાંચામાં એકાએક દુકાનમાં બ્લાસ્ટ થતાં ચકચાર મચી જવા પામી હતી. અને યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. અને તરફડિયાં મારતો લાઇવ વીડિયો સામે જોવા મળ્યો હતો. બ્લાસ્ટનો ધડાકાભેર અવાજ આવતાંની સાથે જ આજુબાજુના વેપારીઓ પહોંચી આવ્યા હતા. રેડિયમ કટિંગની દુકાનમાં આગ લાગતાંની સાથે જ ફાયર બિગ્રેડની ટિમ ઘટનાસ્થળ પર પહોંચીને આગને કાબૂમાં મેળવ્યો હતો.