બાવળા-સાણંદ રોડ ઉપર હિટ એન્ડ રનનો એક બનાવમાં ત્રણ બાઇક સવારના મોત.
અમદાવાદ જિલ્લા પાસે બાવળા- સાણંદ રોડ ઉપર હિટ એન્ડ રનનો એક બનાવ સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે તથા બેદરકારી રીતે ચલાવીને ત્રણ બાઇક ઉપર સવાર લોકોને હડફેટે લઈને તે ત્યાંથી નાસી ગયો છે. જ્યારે ત્રણેય બાઇક સવારનાં ઘટના સ્થળે જ તેઓનાં મોત નિપજ્યાં છે. ત્રણેય બાઇક સવારો સાણંદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતાં સમગ્ર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. તેમજ આ સમગ્ર બનાવની પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અગત્યનું છે કે, જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે ત્યાં લોકોની ભીડ જમાં થઈ જતાં જેને લઈને તે અજાણ્યા ચાલકે પોતાનું વાહન ત્યાંથી અકસ્માત સર્જાયા પછી ત્યાંથી તે નાસી ગયો હતો. જેથી આ બનાવની જાણ પોલીસ મથક સુધી થઈ જતાં તુરંત જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને હવે આ બનાવ અંગે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.