બોટાદ જિલ્લામાં RTPCR લેબ નું ઉધઘાટન કરતા ઉર્જામત્રી..

બોટાદ માં આરોગ્ય કક્ષાએ આગ લાગી ત્યારે કૂવો ખોદવા જેવી પરિસ્થિતિ સર્જાઈ..
બોટાદ જિલ્લામાં બોટાદ જિલ્લાના યુવાનો માંથી કોઈ વેન્ટિલેટર ઓપરેટ કરી શકે તેવા યુવકો અથવા તબીબો તાત્કાલીક આરોગ્ય ખાતા નો સંપર્ક કરે :સૌરભભાઈ પટેલ
બોટાદ જિલ્લાની પરિસ્થિતિ હાલ ખુબજ દયનિય હોય સંક્રમિત થયેલ લોકો ના પરિજનો પોતાની આત્મ નિર્ભરતાં મુજબ તેના સ્વજનોને તબીબી સારવાર માટે માથમણો કરી રહયા છે ત્યારે છેલ્લા એક વર્ષ થીRTPCR લેબ માટે મીટ માંડી બેઠેલી બોટાદ જિલ્લાની જનતા ની આતુરતા નો આખરે અંત આવ્યો છે આખરે રાજ્યના ઉર્જામંત્રી અને બોટાદ જિલ્લા ના ધારાસભ્ય સૌરભભાઈ પટેલ દ્વારા તેનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું છે. જેથી હવે RTPCR ટેસ્ટ ના રિપોર્ટ લોકો ને બોટાદ થીજ મળી રહેશે.આ સાથે પત્રકારો દ્વાર વેન્ટિલેટર સંદર્ભે સવાલ પુંછતાં ઉર્જામંત્રીએ જણાવ્યું કે વેન્ટિલેટર ની સમગ્ર ગુજરાત માં અછત હોય આથી બોટાદ જિલ્લા માંથી જો કોઈ યુવાન વેન્ટિલેટર ઓપરેટ કરી શકતા હોય તેઓએ તેનો અભ્યાસ કરેલ હોય તો તેઓ એ તાત્કાલિક ધોરણે બોટાદ આરોગ્ય શાખા નો સંપર્ક સાધવો અને તેઓ ને સરકારી વળતર કરતા પણ વધારે ચુકવવામાં આવશે.
એક વર્ષ પહેલાં જો સરકારે તમામ જિલ્લા ની સરકારી સિવિલ હોસ્પિટલ અને જિલ્લા ની પ્રાઇવેટ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલો ને જો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી હોત તો હાલ ઓક્સિજન ની અછત સર્જાઇ રહી છે તે ન સર્જાત. અને સંગ રાજય માં ઓક્સિજન ના અભાવે જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓને તબીબી સારવાર મળવા માં સરળતા રહેત.આ સાથે ગત લોકડાઉન દરમ્યાન હાલ કોરોના નો આ બીજો વેવ સંકર્મીતો પર હાવી થઈ રહયો છે તેને નિયંત્રણ માં લાવવામાટે જેટલા તબીબો જેટલા નર્સિંગ સ્ટાફો જેટલા ઓક્સિજન ઓપરેટરો અને જેટલા વેન્ટિલેટર સ્પેશિયાલિસ્ટો ની ભરતી ઓ સરકારે આ એક વર્ષ ના સમય દરમ્યાન કરી લીધી હોત તો કદાચ પરિસ્થિતિ નિયંત્રણ માં હોત. આ તમામ સમસ્યાઓ ને લઈ ને પ્રબુદ્ધ નાગરિકો માં એવી ચર્ચાઓ નો દોર શરૂ થયો છે કે જેટલી મેહનત નેતા ઓ એ વિધાનસભા ની પેટા ચૂંટણી ઓ અને સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ઓને લઈને કરી છે તેટલીજ મહેનત કોવિડ હોસ્પિટલ માટે કરી હોત તો સંકર્મીતો ને સારવાર મેળવવામાં સરળતા રહેત અને ખરા અર્થ માં સંવેદનશીલ સરકાર નું બિરુદ પણ મળી શકત .અને જો આરોગ્ય મંત્રી એ એક વર્ષ દરમિયાન કોવિડ સામે ની લડત માં પોતાની ફરજ અને જવાબદારી ઓ સ્વીકારી ને યુદ્ધ ના ધોરણે કોવિડ હોસ્પિટલો ડેવલોપ કરવાની કામગીરી હાથ ધરી હોય તો અત્યારે રાજય ની સમગ્ર જનતા આલોચના નો શિકાર બની બેઠેલી ગુજરાત સરકાર ઉપર કદાચ મત દાતા ઓ શુભાષીશો ની વર્ષાઓનો વરસાદ થાત!!!