રાપર શહેર અને આજુબાજુના ગામોમાં ગાજવીજ તેમજ કરા સાથે વરસાદ વરસ્યો

રાપર શહેર અને આજુબાજુના ગામોમાં ગાજવીજ તેમજ કરા સાથે વરસાદ વરસ્યો હતો અડધો કલાક સુધી ગાજવીજ સાથે ધીમી ગતિએ વરસાદ થયો હતો વરસાદના ઝાપટાની સાથે કરા પણ પડયા હતા. વરસાદના લીધે શહેરમાં થી પાણી વહી નિકળ્યા હતા. રાપર શહેર ઉપરાંત નંદાસર રવ નીલપર કલયાણપર સહિતના ગામોમા વરસાદના ઝાપટા પડયા હતા ભર ઉનાળામાં ચોમાસામાં વરસાદ થાય તેવા વાતાવરણમાં વરસાદ થયો હતો. વરસાદના લીધે ખેતરમાં તૈયાર પાકને નુકસાન થવાની શક્યતા સેવાઇ રહી છે. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ સાથે કરા પડ્યા હતા માહોલમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.