સંપૂર્ણ લોકડાઉન માટે ગૃહમંત્રાલય દ્વારા તમામ રાજ્યોને સંદેશ

મળતી માહિતી મુજબ/ કોરોના મહામારી વચ્ચે જ્યારે કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. ત્યારે હવે લોકડાઉન ની ચર્ચાઓ થઈ રહી છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને સંપૂર્ણ લોકડાઉન અંગે સલાહ આપી છે. ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર સલાહ આપી છે કે સંપૂર્ણ લોકડાઉન કરવાને બદલે બીજા જિલ્લામાં વધારો થયો હોય તેવા જિલ્લાઓ અને વિસ્તારોમાં કોરોનાને નિયંત્રણમાં લેવા પગલાં લો.
મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૩૧ મે સુધી પરિસ્થિતિના આધારે સભાઓ, બજારો, કચેરીઓ, શાળાઓ અને યુનિવર્સિટીઓ ના સંચાલન પર તાત્કાલિક પ્રતિબંધ જેવા પગલાં પર વિચાર ના કરવા આદેશ આપ્યો છે. એપ્રિલમાં કોવિડ પોઝિટિવ કેસો અને મૃત્યુમાં વધારો થતાં ગૃહ મંત્રાલય ની નવી માર્ગદર્શિકા એ લોકડાઉનના અમલીકરણને સ્પષ્ટ કર્યું કે રાજ્યો અને કેન્દ્ર શાસિત કેન્દ્ર તેમના પોતાના સ્તરે પ્રતિબંધ રચના ધડવાની છૂટ છે. ઘરેથી કામ ને પ્રોત્સાહિત કરવા રાજ્યને સલાહ આપી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટને રાષ્ટ્રીય માર્ગદર્શિકા તેમજ રાજ્યકક્ષાની સુચનાઓનો કડક અમલવારી કરવી જરૂરી છે.