નસવાડી તાલુકાનાં નાના વેપારીને અદાવતને કારણે મોતને ઘાટ ઉતારી ત્રણ શખ્સો નાસી ગયા.
નસવાડી તાલુકાનાં તણખલા ગામમાં પરચૂરણ વેપાર કરતાં નાના વેપારીના ધંધાની અદાવતને કારણે હત્યા કરતાં નસવાડી તાલુકાનાં તણખલા ગામમાં પોલીસ ઘટના સ્થળે દોડી આવતા હત્યા કરવાવારા ત્રણેયક શખ્સો જેટલા ત્યાંથી નાસી ગયા પોલીસે આ શખ્સોની તપાસ હાથ ધરી છે. પોલીસમાંથી મળતી માહિતી મુજબ નસવાડીથી 10 કિ.મી.દૂર તણખલા ગામ છે. આ ગામમાં રહેતા શિવમ ઓમપ્રકાશ જ્યસવાલ છૂટક ગોળી બિસ્કીટનો વેપાર કરતાં હતા.તેની પાસે જ બીજો વેપારી ધંધાની અદાવતમાં વારંવાર ઝઘડો કરતો હતો અને આ વાતની જાણ નસવાડી પોલીસને પણ કરી હતી. તેમ છતાં પણ પોલીસે ધ્યાન ન આપતા વેપારીઓ વચ્ચે ઝઘડો થતાં વિરોધી બાજુના વેપારીઓએ શિવમ ઓમપ્રકાશ જ્યસવાલની દુકાનમા આવીને ઝઘડો કર્યો હતો.અને તેને માથાના ભાગે પરાઈના મારમારી તેને મોત નિપજાવીને ત્યાંથી નાસી છૂટ્યા. પોલીસ હત્યાની તપાસ હાથ ધરી આ ગુનેગારોની શોધખોળ કરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.