અગાઉ થયેલી ચોરીના કેસને લઈને બે શખ્સોને બે વર્ષ કેદની સજા અપાઈ.
મોરબીમાં રહેણાંકના મકાનમાંથી અગાઉ થયેલી સોનાનાં દાગીનાની ચોરી કરનારા બે આરોપીઓને કોર્ટે બે વર્ષની કેદ તથા 2 હજારનો દંડ આપ્યો છે. આ કેસની માહિતી મુજબ 7/1/14ના રોજ રિઝવાનાબેન ઈકબાલભાઇએ કરેલી ફરિયાદ અનુસાર તેઓ ઘરકામ કરવા માટે બહાર ગયા હતા.જયારે પાછા ફરીને આવ્યા તો ઘરના તાળાં તૂટેલા અને તિજોરીમાં રાખેલા ઘરેણાંની ચોરી થઈ ગયા હતા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસે ચોરી કરનારા યુનુસભાઈ અલીમામદભાઈ બ્લોચ તથા કરીમભાઈ બ્લોચને ઝડપી પાડ્યા હતા. આ કેસ મોરબી એડી.જજ દવેની કોર્ટમાં પહોંચતા સરકારી વકીલ આર.એ.ગોરીની દલીલોને ધ્યાને રાખીને બંને આરોપીઓને કોર્ટે ગુનહેગાર ઠરાવીને બે વર્ષની સાદી કેદની સજા તથા 2 હજારનો દંડનો ફેસલો આપ્યો છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.