દેરોલ ગામ પાસે હાલતી કારમાં અચાનક આગ લાગતાં ચાલકનું કમકમાટી ભર્યું મોત.
સાબરકાંઠા જિલ્લાના દેરોલ ગામ પાસે હાલતી કારમાં અચાનક આગ લાગતાં કાર ચલાવી રહેલા પરેશ જીવણભાઈ દેસાઇ કારમાં જીવતા જ હોમાયા હતા. જોરદાર પવનના લીધે આગ ઝડપથી આખી કારમાં ફરીવળી હતી.જેના કારણે પરેશભાઈ કારથી બહાર ન નીકળી શકતા કારમાં જ તેઓ જુલસી ગયા હતા.પરેશભાઈ હિમ્મતનગરમાં આવેલા મહાવીરનગરમાં રહેતા હતા. તેઓ વિજાપુર નજીક આવેલા મહાકાળી માતાના દર્શન કરીને પાછા આવતા હતા તે દરમ્યાન કારમાં પાછળની સાઈડ શોર્ટ સર્કિટના લીધે આ આગ લાગી જતાં ઇલેક્ટ્રીક સેન્ટર લોક દ્વારા કારના બારી કે દરવાજા ન ખૂલી શક્યા હોય, જેના કારણે પરેશભાઈ બાહર નીકળી ન શકતા કારમાં જ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.