અકસ્માત કરીને 10 વર્ષીય માસૂમને મૃત્યુ આપનાર ડ્રાઈવર ઝડપાયો.
અમદાવાદ શહેરમાં અવાર નવાર દિવસો દિવસ વાહન અકસ્માતના બનાવો ઘણા વધી રહ્યો છે. જ્યારે ગઈ કાલે વટવા વિસ્તારમાં પૂરઝડપે અને બેદરકારી રીતે ચલાવીને ત્યાંથી પસાર થઈ રહેલા ડમ્પરની હડફેટે 10 વર્ષીય માસૂમ આવી જતાં તેનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.તેમાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ડમ્પરના ચાલકને ઝડપી પાડ્યો છે. આ 10 વર્ષીય માસૂમ આરતી તેની બહેન સાથે લગ્નની ખરીદારી કરવા માટે નીકળતા જ પૂરઝડપેથી પસાર થઈ રહેલા ડમ્પરના ચાલકે આ માસૂમને હડફેટે લીધી હતી. આરતીના માથા પર ડમ્પરનું ટાયર ફરી વળતાં તેનું ઘટના જ સ્થળે કરૂણ મોત નીપજયું હતું. આ બનાવની જાણ થતાં વટવા પોલીસ અને એ ડિવિઝન ટ્રાફિક પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.આરતીની લાશ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. ટ્રાફિક પોલીસે આ બનાવ અંગે ડમ્પર ચાલક સામે ગુન્હો નોંધીને તપાસ ચાલુ કરી હતી. પોલીસે આ બનાવ અંગે તાત્કાલિક ડમ્પરની નંબર પ્લેટને આધાર ઉપર લાલાભાઇ ચીમનભાઈ વસૈયાને ઝડપી પાડયો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.