ઢોરી ગામમાં વાડી, મકાન,મંદિર,દરગાહ, જેવી અનેક જગ્યાએ થી એકજ ચોર દ્વારા ચોરી કરવામાં આવહે છે
ભુજ તાલુકામાં આવેલ ઢોરી ગામે ઠેકઠેકાણે ચોરીના બનાવો અનેક બને છે ત્યારે તેજ ગામના આ ચોરે ધાર્મિક સ્થાડોને પણ નથી મૂક્યા અત્યાર સુધી આ ચોરે આ ગામમાં આવેલ ત્રણ મંદિર અને એક દરગાહમાં પણ ચોરી કરી ચૂક્યો છે અને વાડી વિસ્તાર, કોઈના ખુલા મકાનો, જેવી અનેક જગ્યાએ થી આ ચોર દ્વારા ચોરી કરવામાં આવે છે અને આ ચોરને પોલિસ દ્વારા પકડવામાં તો આવે છે પરંતુ બીજા દિવસે પાછો એ ચોરને પોલીસ છોડી દે છે અને ફરી આ ચોર ચોરી કરતો હોય છે ત્યારે ગ્રામ જનો એ જણાવ્યુ હતું કે શું આ ચોર ઉપર પોલીસ ની મીઠી નજર છે કે પછી શું ? કેમકે પેલા આ ચોરને પોલીસ દ્વારા પકડવામાં આવે છે અને પછી એને પરત મૂકી દેવામાં આવે છે અને આ ચોર પાછી ચોરીઓ કરે છે ત્યારે આ ચોરની પોલીસ દ્વારા યોગ્ય તપાસ હાથ ધરી અને આ ચોર ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ગામમાં આવી ચોરીઓ થતાં અટકાય તેવી આ ઢોરી ગામના રહેવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી