ભચાઉ શહેર/તાલુકા પત્રકાર એશોશિએસન દ્વારા સામખીયારી મધ્યે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

61a72dfe-ebdb-4b17-846b-1473518271d3

                      ભચાઉ શહેર તથા તાલુકા પત્રકાર એશોશિએસન દ્વારા સામખીયારી માં મેડિકલ મધ્યે તારીખ ૪/૫/૬ એમ ત્રણ દિવસ સુધી ઉકાળાનું ની શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ દિવસ દરમ્યાન ૭૦૦ જેટલા લાભાર્થીઓએ ઉકાળાનો લાભ લીધો હતો ઉકાળા ના સૌજન્ય તરીકે સામખીયારી ગ્રામ પંચાયત દ્વારા સહયોગ મળ્યો હતો. છેલ્લા દિવસે માસ્ક પહેર્યા વગર નીકળતા લોકોને માં મેડિકલ તરફથી માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમસ્ત આયોજન તાજેતરમાં અવસાન પામેલા ભચાઉ તાલુકા પત્રકાર એશોશિએસન ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા તથા સામખીયારી દિવ્ય ભાસ્કર ના પત્રકાર રમઝુભાઇ છત્રા ના માતુશ્રી હનીફાબાઇ કાસમભાઇ છત્રા ની સ્મૃતિમાં શ્રધ્ધાંજલી રૂપે કરવામાં આવેલ જેમાં ભચાઉ શહેર તથા તાલુકાના પત્રકારો સાથે સામખીયારી સરપંચ પતિ લાખાભાઇ બાળા, આહિર યુવા અગ્રણી મુરજીભાઇ બાળા ગોસ્વામી સમાજના પ્રમુખ રતુપુરી બાવાજી, વિગેરેનાઓએ હાજર રહી સહયોગ આપ્યો હતો.