કચ્છમાં કાળચક્રના ઝાળમાં ફંસાઈને ત્રણ અકસ્માતમાં છ નાં મોત.

ભુજ તાલુકામાં પશ્ચિમ કચ્છમાં માર્ગ અકસ્માતોના કાળચક્ર ચાલી રહ્યા હોય તેમ એક જ દિવસની અંદર 6 શખ્સોએ પોતાની જિંદગી ગુમાવી હતી. માતાના મઢેથી દર્શન કરીને પરત પાછા ફરતા ત્રિપલ સવારીમાં બાઇક પર જતાં વાલ્મીકી પરિવારના સદસ્યોને સ્વીફટ કારે ટક્કર મારતા બાઇક સવાર મૂળજી જબુ વાલ્મીકી તથા તેમનો 6 વર્ષીય પુત્ર જીલ તેમજ તેમના કૌટુંબિક ભાઈ લવજી વાલ્મીકી આ ત્રણેયના કરૂણ મોત નિપજ્યાં હતા. તેમજ અકસ્માતની બીજી ઘટનામાં રાપર તાલુકાનાં ટાંડલવા ગામ નેશનલ હાઇવે ક્રોસ કરી રહેલા બાઇક સવાર ભાઈઓને હેવી લોર્ડ ભરેલા ટ્રેઇલરે હડફેટે લેતા બાઇક ઉપર સવાર દયાળ જીવા કોળી તથા તેમના ભાઈ હરેશ જીવા કોળી નું ત્યાં જ ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મૃત્યુ નીપજયું હતું. અને તેમજ ત્રીજી ઘટનામાં પણ રાપર તાલુકાનાં નીલપર ગામ પાસે ડમ્પરના ચાલકે તુલસી લક્ષ્મણ કોળીની બાઇકને ભટકાડતા ઇજાગ્રસ્ત ચાલક તુલસી કોળીનું સારવાર દરમિયાન જ ભુજની સરકારી હોસ્પીટલમાં મોત નીપજયું હતું.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *