પુત્રની ચાહમાં પતિએ કરાવ્યો પત્નીને અગ્નિ સ્નાન.
વિછીંયા તાલુકાનાં નાનામાત્રા ગામમાં રહેતી મહિલાએ છ પુત્રીઓને જન્મ આપતા પુત્ર પ્રાપ્તની લાલચમાં પતિએ શરાબના નશાની હાલતમાં પત્ની સાથે મારા મારી કેરોસીન છાંટી દિવાસળી ચાપી દેતા ગંભીર રીતેથી દાઝેલી મહિલાને સારવાર અર્થે અહીંયાની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસ મથકમાંથી મળી રહેલી માહિતી પ્રમાણે જ્યારે આશબેન મનસુખભાઇ તલસાણીયાની પોલીસ દ્વારા પૂછતાછ કરવામાં આવતા તેણીએ છ પુત્રીને જન્મ આપ્યો હતો પણ પુત્રનો જન્મ નહીં થતાં તેના પતિ મનસુખ તલસાણી,સસરા ઘુઘાભાઈ મેઘજીભાઇ તલસાણીયા તેમજ તેની સાસુ કાંતાબેન સહિત આ મહિલાને શારીરિક તથા માનસિક રીતે ત્રાસ દેતા હતા. અને ગત.23મી એપ્રિલે તેનો પતિ દારૂનો નશો કરીને નશાની હાલતમાં ઘરે આવીને પૂછતાં કે તું મને પુત્ર કેમ નથી આપતી કહીને લાકડીથી માર મારી કેરોસીન છાંટીને દિવાસળીથી આગ ચાંપી દેતા તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેવું જણાવ્યુ હતું. ત્યાર બાદ પોલીસે આશબેનની ફરિયાદ ઉપરથી તેના પતિ,સસરા અને સાસુ વિરુદ્ધ હત્યાની કોશિષનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.