ગોપી મંડળ બહેનોનું વિવેકાનંદ એક અને સમાજ સેવા સંગઠન ગ્રુપ તેમજ 1 રૂપિયાની સેવાના ગ્રુપ તરફથી વિનામૂલ્યે ટિફિન મહા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો

બોટાદ સિટી માં હાલ કોરોના મહામારી ને લીધે દર્દી તથા તેના સગાંવહાલાં ઓ ને દવાખાના માં હાડમારી ભોગવી રહ્યા છે ત્યારે હાલમા લોકડાઉન જેવી સ્થિતિ હોય ત્યારે તેમજ તમામ દુકાનો અને ચીજ વસ્તુઓની દુકાનો બંધ હોવાથી ખાવા પીવાની મુશ્કેલી સર્જાય રહી છે ત્યારે બોટાદમા ગોપી મંડળ (બહેનો)નું વિવેકાનંદ -1 અને સમાજ સેવા સંગઠન ગ્રુપ તેમજ 1રૂપિયાની સેવાના ગ્રુપ તરફથી વિના મૂલ્યે ટિફિન મહા સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે આ ટિફિન સેવા યજ્ઞમાં બોટાદ માં આવેલ કોવીડ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને તેમજ તેના સગાવ્હાલા ને ટીફીન પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. આ સેવાયજ્ઞ બોટાદમાં તારીખ 30 4 2021 શરૂ કરી અને આજદિન સુધી હજુ પણ શરૂ રાખવામાં આવેલ છેઅને દરેક જરૂરિયાત વાળા ને બોટાદની દરેક હોસ્પિટલમાંઆશરે 300 જેટલાિ ટીફિન સેવા વિના મૂલ્યે પહોંચાડી છે. ખરેખર આ સેવા બિરદાવા જેવી છે માનવતા હજુ મરી પરવારી નથી હજુ જીવે છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.