મોરબી શહેરમાં યુનિયન બેંકમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી હતી.
મોરબી શહેરમાં ત્રિકોણ બાગ પાસે આવેલી યુનિયન બેન્કની શાખામાં આજે વહેલી સવારના અચાનક આગ લાગી જતાં ફાયર ફાઇટરનું દળ દોડી આવ્યું હતું. મળતી માહિત મુજબ ત્રિકોણ બાગ પાસેની યુનિયન બેન્કની શાખામાં વહેલી સવારના અરસામાં શોર્ટ સર્કિટને લીધી આ આગ ભુભકી ઉઠતા ફાયર ફાઇટરની ટીમ ત્યાં દોડી આવી હતી.તો ભીડભાડ તેમજ ટ્રાફિકગ્રસ્ત આ મેઇન રોડ ઉપર ટ્રાફિક પોલીસે પણ આ રસ્તો થોળા સમય માટે બંધ કરી નાખ્યો હતો. અને ફાયરની ટીમે પાણીનો મારો મારીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો જો કે સવારના અરસામાં કોઈ પણ કર્મચારી બેંકમાં હાજર ન હતા જેથી કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. તો નુકશાનીનો અનુમાન હજી પણ મેળવી શકાયો નથી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.