NCB એ RPF ની મદદગારીથી બે શખ્સોને 9 કિલો ચરસ સાથે ઝડપાયો.
ભારતમાં વધી રહેલા નશાખોરીને ડામવા માટે NCB નાં ચક્રો ગતિમાન કર્યા છે. NCB દ્વારા 9 કિલો ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. RPF ની મદદગારીથી 2 શખ્સો સાથે 9 કિલો ચરસનો આ જથ્થો જપ્ત કર્યો છે. આ જપ્ત કરેલી ચરસની આંતરાષ્ટ્રિય બજારોમાં આની કિંમત 1 કરોડ કરતાં પણ વધુ હોવાનો અનુમાન કરવામાં આવી રહ્યો છે. આ ચરસ નેપાલ બોર્ડરથી ગુજરાતમાં લાવવામાં આવ્યું હતું. NCB ની છાનબીન કરતાં આ ચરસ કશ્મીરી હોવાનું બહાર આવ્યું છે. તેમજ ગોરખપુર -ઓખા એક્સપ્રેસમાં આ શખ્સો ચરસની કરીને હેરફેર કરી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આમ જ ટ્રેનમાથી 9 કિલો ચરસ ઝડપાતા કેટલાંક પ્રશ્નનો ઉભા થઈ રહ્યા છે. ગોરખપુર-ઓખા એક્સપ્રેસ દ્વારા જેમાં બે શખ્સોએ કશ્મીરી ચરસને નેપાળથી બોર્ડર ક્રોસ કરીને ગુજરાત લઈ આવવામાં આવ્યું હતું. આ ચરસની બીજે કયાંક હેરફેર ન થાય તે પહેલા જ NCB એ RPF ની મદદગારીથી 2 શખ્સોની ધરપકડ કરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.