ચોરીના ગુના માં પકડાયો ફરાર શાહરુખ
ચોરીના ગુનામાં ફરાર મોટી તળાવ ના શાહરૂખને એલસીબી ટીમે હેવમોર ચોક પાસેથી ગંગાજળીયા મથક ના પોલીસે ઝડપી લીધો હતો.
ભાવનગર એલસીબી સ્ટાફ સિટી વિસ્તાર માં પેટ્રોલીંગ માં હતા તે સમયે પોલીસ કોન્સટેબલ શક્તિસિહ ગોહિલ અને ભીખુભાઈ બુકેરાને બાતમી રાહે હકીકત મળી કે ગંગાજડિયા પોલીસ સ્ટેશન ના ઇ.પી . કો. કલમ ૪૫૭ ,૪૪૫ ,૩૮૦ મુજબ ના ગુન્હા ના કામે નાસ્તા આરોપી શાહરુખ રહે.મોટી તળાવ શેરી નં ૬ મફતનગર ભાવનગર વાળા મળી આવતા તેને ગંગાજળિયા પોલીસ સ્ટેશન માં સોપવામાં આવેલ છે.સમગ્ર કામગીરી એલસીબીના પો.આઇએનએસ.ડી.એમ મિશ્ર તથા એલસીબી સ્ટાફના પરક્રમસિહ ગોહિલ ,ગુલમહમ્મદભાઈ કોઠારીયા ,ભીખુભાઈ બુકેરા ,મિનાઝભાઈ ગોરી, શક્તિસિહ ગોહિલ ,ભોપાલભાઈ ચુડાસમા ,સત્યજિતસિહ ગોહિલ, ભરતભાઇ જોશી વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા..
વધુ અપગેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.