મોરબીના ચિત્રકૂટ સોસાયટીમાં LCB દ્વારા રેડ પાડતા 6 ખેલીઓ સાથે રૂ.2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.
મોરબી LCB એ ચિત્રકૂટ સોસાયટી માંથી જુગાર રમી રમાડતા 6 ખેલીઓને રોકડા રૂપિયા 2.25 લાખ સહિત મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા છે. મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠૌડના માર્ગદર્શન મુતાબિક LCBનાં ઇન્ચાજ પી.આઈ.આર.ટી.વ્યાસની ટીમના નીરવભાઈ મક્વાણને મળેલ માહિતીના આધારે મોરબી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ગીરીરાજસિંહ જાડેજાના રહેણાંકના મકાને રેડ પાડતા આરોપી ગીરીરાજસિંહ જાડેજા,પ્રભુભાઈ ભાલોડીયા,કાંતીભાઈ તોગડીયા,નરશીભાઈ તોગડીયા,પ્રવીણભાઈ બાવરવા તથા મહેન્દ્રસિંહ જાડેજા તમામ ખેલીઓને રોકડ રકમ 2.05 લાખ તથા મોબાઈલ ફોન નંગ-4 કિ.રૂ.20 હજાર એમ કુલ રૂ.2.25 લાખના મુદ્દામાલ સાથે પકડી આરોપીઓને એ ડિવિઝન પોલીસને સોપવામાં આવ્યા છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.