બોટાદ જિલ્લામાં શરૂ કરેલ કોવીડ-19 હોસ્પિટલમા વર્ગ – ૦૪ ની જગ્યાઓ માસિક માટે કરાર આધારિત ફિક્સ વેતનથી ભરવા વોક ઈન ઈન્ટરવ્યું યોજાશે
બોટાદ જનરલ હોસ્પિટલ, સિવિલ સર્જનશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર બોટાદ જિલ્લામાં શરૂ કરવામાં આવેલ કોવીડ-19 હોસ્પિટલમાં ઓકિસજ્ન પ્લાન્ટ ઓપરેટ કરી શકે તેવા અનુભવી માણસોને વર્ગ – ૦૪ ની કુલ – ૦૪ જગ્યાઓ માસિક માટે કરાર આધારિત ફિક્સ વેતનથી ભરવા માટે વોક ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવેલ છે. વર્ગ – ૦૪ ની તમામ જગ્યાઓ ફીક્સ વેતનથી કરાર અધારિત સરકારશ્રીના પ્રર્વતમાન ભરતીના નિયમો અને શરતોને આધીન ભરવામાં આવશે. 30 દિવસ માટે મળવાપાત્ર માનદ વેતન રૂપિયા ૧૫૦૦૦/- (માસિક પંદર હજાર) રહેશે. અન્ય કોઈપણ પ્રકારના ભથ્થાં અને નાણાંકીય લાભ ચુકવવામાં આવશે નહી. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેર રજાના દિવસો સિવાય દરરોજ સવારે ૧૧-00 થી ૦૫-00 કલાક સુધીમાં સિવિલ સર્જનશ્રીની કચેરી, જનરલ હોસ્પિટલ (સોનાવાલા હોસ્પિટલ), સાળંગપુર રોડ, બોટાદ ખાતે રૂબરૂમાં અસલ તથા પ્રમાણિત પ્રમાણપત્રોની નકલ સાથે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તમામ જગ્યાઓ અંગેનો આખરી નિર્ણય કમિટીને આધિન રહેશે તેમજ વધુ માહિતી માટે cdmo.health.botad@gmail.com તથા ટેલિફોન નંબર.૦૨૮૪૯-૨૫૧૪૨૫ ઉપર સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.