ઉપલેટાની કે.આર. આંગણિયા પેઢીમાંથી રૂપિયા 2.45 કરોડની ઉચાંતરી થતા ચકચાર

પાલિકા પ્રમુખ સુવા દ્વારા મેનેજર સહીત છ વ્યક્તિઓ વિરૂદ્ધ પોલીસમાં નોંધાવી ફરિયાદ ઉપલેટા શહેરમાં આવેલ કે. આર. આંગણિયા પેઢીમાં મેનેજર તરીકે કામ કરતા પ્રતિપાલસિંહ સજુભા જાડેજા દ્વારા અન્ય પાંચ વ્યક્તિઓ સાથે મળી અને ઉપલેટામાં આવેલ કે.આર. આંગણિયા પેઢીમાંથી રૂપિયા 2 કરોડ 45 લાખની ઉચાંતરી કરી હોવાની ફરિયાદ ઉપલેટા પોલીસ ચોપડે નોંધાવાઈ છે જેમાં ઉપલેટા નગરપાલિકાના યુવા પ્રમુખ મયુર ગોવિંદભાઈ સુવાની કે.આર. આંગડિયા પેઢી કે જે ઉપલેટા કટલેરી બજારમાં આવેલ એક શોપિંગ સેન્ટરમાં છે જેનું સમગ્ર સંચાલન પ્રતિપાલસિંહ સજુભા જાડેજા નામનો યુવાને કરતો હતો.

આ પેઢીના ઉપલેટાના સંચાલક પ્રતિપાલસિંહ સજુભા જાડેજાએ અમદાવાદના ભાવેશ વિષ્ણુ સુથાર તથા એચ.કે જૈન, ભારોલી (તા.તળાજા) ભાવનગર અર્જુનસિંહ કિશોરસિંહ ગોહિલ તથા તેજપાલસિંહ જાડેજા, હિતેષ ઉર્ફે લોગી ઘેલાણી ઉપલેટા વાળાએ આંગડિયા પેઢીમાં પૈસા મોકલવામાં આવેલ પરંતુ આ પૈસા જે તે જગ્યાએ પહોંચાડેલ ના હોય ત્યારે આ અંગે આંગડિયા પેઢીના માલિક મયુરભાઈ ગોવિંદભાઈ સુવાએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં છ વ્યક્તિ સામે રૂપિયા 2 કરોડ 45 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ ઉપલેટા પોલીસમાં નોંધાવાઈ છે.

ઉપલેટામાં આવેલ આંગણિયા પેઢીમાં મેનેજર તરીકે કામ કરતા પ્રતિપાલસિંહ સજુભા જાડેજાએ અમદાવાદની એક એમ.કે. આંગણિયા પેઢીના સંચાલક સાથે મયુર સુવાના નામ અને ડોક્યુમેન્ટનો ઉપયોગ અમદાવાદના નોટરી એચ.કે. જૈન સમક્ષ નોંધણી કરાવી બોગસ બનાવતી રેકોર્ડ ઉભા કરીને ગત તા. 9 માર્ચના રોજ ફ્રેન્ચાઇઝી લઈ લીધેલ જે બાદ પેઢીના સંચાલક દ્વારા પેઢી પાસે માંગતા જાણવા મળ્યું હોવાનું પણ પોલીસ ફરિયાદમાં ફરિયાદમાં જણાવ્યું છે ત્યારે ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. કે.કે. જાડેજાએ આ અંગેની તપાસ હાથ ધરેલ છે અને આ સમગ્ર બનાવમાં તપાસ દરમિયાન હજુ વધુ નામ અને હજુ વધુ રકમની ઉચાપત થયેલ હોવાનું બહાર આવવાની શક્યતા જણાઈ રહી છે.

રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા