“દવાથી નહીં, દિલથી અને પોષણથી જીતાશે ટીબી – કોડકીમાં પોષણ કીટથી પ્રગટી નવી જીવનજ્યોત”

ટીબી જેવા મહામારી સામે માત્ર ગોળીઓ જ નહીં, મનોબળ અને પોષણનું કવચ પણ જોઈએ. આ સત્યને ઉજાગર કરતી એક અનુપમ પહેલ આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કોડકી ખાતે જોવા મળી.ટીબી મુક્ત ભારત અભિયાન ને વેગ આપતા માનકુવાના કર્મનિષ્ઠ સામાજિક કાર્યકર જીતેનભાઈ સોની ના સહયોગથી ટીબી દર્દીઓને સન્માન સાથે પોષણ કીટ અર્પણ કરવામાં આવી. આ કીટ માત્ર અનાજ-કઠોળની નથી, તેમાં એક સંદેશો છે – “તમે એકલા નથી. આખો સમાજ તમારી સાથે છે.” સારવારના દિવસોમાં જ્યારે શરીર નબળું પડે છે ત્યારે આ પોષણ દર્દીની રોગપ્રતિકારક શક્તિને બમણી કરીને તેમને ઝડપથી સ્વસ્થ જીવન તરફ ધકેલશે. આરોગ્ય નિષ્ણાતો માને છે કે ટીબીની સફળ સારવારના 50% શ્રેય પોષણને જાય છે. જીતેનભાઈ સોની જેવા સંવેદનશીલ નાગરિકોના કારણે જ સરકારી યોજનાઓ જમીન પર ઉતરે છે અને લોકોને નવી આશા મળે છે.આજે કોડકીના આંગણે લેવાયેલો સંકલ્પ દેશભર માટે નવી દિશા બની રહ્યો છે