સસ્તા ભાવે સોનુ આપવાની લોભામણી જાહેરાતો વાળા ફોટા તથા વીડીઓ બનાવી પોસ્ટ કરી લોકો સાથે છેતરપીંડી કરતા ઇસમને વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્તા સોનાની લાલચ આપી લોકો સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શિણોલ સાહેબનાઓએ જિલ્લામાં અમુક ઇસમો દ્વારા સોશ્યલ મીડીયામાં ખોટી આઇ.ડી. બનાવી તેના મારફતે સોશ્યલ મીડીયામાં ભારતીય ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બિસ્કિટના વીડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઇ તેઓની સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા વિક્રમસિંહ ગોહિલનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સંજોગનગર ત્રણ રસ્તા પહોંચતા રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત મળેલ કે, “આસીફ ઉમર લંઘા રહે. અમનનગર ચાર રસ્તા પાસે ખારીનદી રોડ ભુજ વાળો હાલે રહીમનગર આસીફ પ્રોવિઝન સ્ટોરપાસે હાજર છે અને પોતાના કબ્જામાં રહેલ મોબાઇલ ફોનમાં સોસીયલ મીડીયામાં ખોટી/બનાવટી આઇ.ડી. બનાવી અને તેમા બજાર ભાવ કરતા સસ્તુ સોનુ આપવાની જાહેરાત પોસ્ટ કરી લોકો સાથે છેતરપીંડી કરવાની કોશિશ ચાલુમાં હોય, અને તેના વિશ્વાસમાં આવેલ લોકો પાસેથી નાણાં પડાવી આર્થિક લાભ મેળવે છે તેમજ મેળવવાનો પ્રયાસ કરી રહેલ છે અને જેને શરીરે હાલે ગ્રીન કલરનુ ડોટ વાળુ શર્ટ તથા જીન્સ પેન્ટ પેહરેલ છે.” જે મળેલ હકીકત આધારે તપાસ કરતા ઉપરોક્ત બાતમી મુઅજનો ઇસમ મળી આવેલ અને તેના કબ્જામાં રહેલ મોબાઇલમાં “YOGESH BHANUSHALI” નામની ફેસબુક આઇ.ડી. ચાલુ હોય અને તે આઇ.ડી.માં એક લાખ કા પાંચ લાખ આપવાની જાહેરાત તથા બજાર ભાવ કરતા ઓછા ભાવે સસ્તુ સોનુ આપવાની લોભામણી જાહેરાતો વાળા ફોટા તથા વીડીઓ બનાવી છેતરપીડી કરવાના ઇરાદે શેર કરેલ જે બાબતે મજકુર ઇસમ વિરૂધ્ધમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.ન. ૮૩૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪),૩૧૯(૨), ૬૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.