તાઉ-તે વાવાઝોડાથી પાકનું રક્ષણ કરવા માટે ખેડૂતોને માર્ગદર્શન

હવામાન ખાતાની આગાહી અનુસાર હાલ સમગ્ર ગુજરાત રાજય તાઉ-તે વાવાઝોડાના કારણે દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા તથા વરસાદી ઝાપટા પડવાની તેમજ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે. હાલમાં ખેતરમાં ઉભા પાક મગફળી, શાકભાજી, મગ અને ઘાસચારો વગેરે પાકોમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલાં લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે.

ભારે વરસાદ તથા વાવાઝોડાને ધ્યાને લઈ ખેડૂતોએ હાલ ઉનાળુ પાકમાં પિયત આપવાનું ટાળવું તથા કાપણી કરેલ હોય તો વરસાદથી ભીંજાય નહીં તે માટે કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા, ખેતરમાં ઉભા પાકોમાં પાણીની નીતારની વ્યવસ્થા આગોતરી કરવી જેથી વરસાદ ના પાણી ભરાઈ ના રહે તે માટેની કાળજી લેવી. હાલમાં ઉભા પાકમાં નાઇટ્રોજન યુક્ત એટલે કે યુરીયા ખાતર આપવાનું શક્ય હોય એટલું ટાળવું.

હાલમાં કોઈ પણ પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ નહીં કરવામાં ભલામણ કરવામાં આવે છે. જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓ હાથવગી રાખવી ખેતરમાં રહેલ ઘાસચારાના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખવા. ફળપાકો અને શાકભાજી ઉતારીને બજારમાં વરસાદ પહેલ જ પહોચાડવા. એપીએમસી માં લઈ જતી ખેતપેદાશોને તાડપત્રીથી ઢાંકીને લઈ જવી. વાવાઝોડા, ભારે પવન તથા વરસાદના સંજોગોમાં પશુઓને યોગ્ય સુરક્ષિત જગ્યાએ રાખવા. પશુઓના શેડ ઉપરના પતરાં ઉડીના જાય તે મુજબની ફીટીંગ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી  દ્વારા અપીલ કરાઇ છે.

રિપોર્ટ બાય: અનવર ખાન પઠાણ-દાહોદ