આધાર-પુરાવા વગરના કિં.રૂ.૯૦,૦૦૦/-ના ભંગાર સાથે કુલ્લે કિ.રૂ.૩,૯૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પાંચ-ઇસમો પોલીસના સકંજામાં

image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. વિરેંદ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા, વિકેશભાઇ રાઠવા, સુનિલભાઇ પરમાર તથા હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઇ ખટાણા તથા વિરમભાઇ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં આધુનીક કિટ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આશ્રમ ચાર રસ્તા થી નાગોર ફાટક બાજુ જતા હાઇવે રોડ ઉપર પહોંચતા વિકેશભાઇ રાઠવાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “એકબાલ સુલેમાન મમણ રહે.નાના વરનોરા તા. ભુજ વાળો તથા તેની સાથે અન્ય ચાર-પાંચ માણસો જે આધાર પુરાવા વગરના એલ્યુમીનીયમના વાયરો સાથે બોલેરો પીકઅપ રજી.નં-GJ-06-AX-9453 વાળી થી આશ્રમ ચાર રસ્તાથી નાગોર ફાટક તરફ આવી રહેલ છે!” જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા પાંચ ઇસમો મળી આવેલ જેમની બી.એન.એસ.એસ. ની કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.