અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો

રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. જેમાં રાજુલા તાલુકાના ડુંગર, માંડળ, દેવકા , કુંભારીયા , સાંજણાવાવ , વીકટર , રાજપરડા , જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સુપડાધાર પવન સાથે વરસાદ શરૂ થયો. અને જાફરાબાદ તાલુકાના નાગેશ્રી , બાબરકોટ, ટીંબી , ધારાબંદર , લુણસાપુર , જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. વાવાઝોડાને લીધે દરિયાઈ કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા.
રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલા