“તૌકતે” નામક વાવાઝોડાની ત્રાટકવાની સંભાવના હોવાથી, લોકોની સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે અબડાસાના જખૌ બંદર તેમજ દરિયા કિનારેના આજુ બાજુના ગામડાઓના લોકોને સુરક્ષિત જગ્યાએ તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા
હવામાન વિભાગ દ્વારા તૌકતે નામક વાવાઝોડું ગુજરાત ના દરિયા કિનારે ના વિસ્તાર માં ત્રાટકવાની સંભાવના કરવામાં આવેલ હતી. જેથી, દરિયા કિનારેના આજુ બાજુના ગામડાઓ ના તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ તંત્ર દ્વારા સ્થળાંતર કરવાની છેલ્લા કેટલાક દિવસ થી કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. વવાઝોડાનું નામ તૌકતે રાખવામાં આવ્યો છે, તૌકતે મતલબ થાય છે, ખૂબ જ આવાઝ કરતી ગરોળી, તૌકતે નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યો છે. વાવાઝોડાની સંભાવનાને લઈને ગુજરાત સરકાર પણ ખૂબ જ એક્શન મૂડ અસ્વી છે. દરિયા કિનારેના સંભાવના વાળા તમામ વિસ્તારોને એકદમ ખાલી કરીને લોકોને સુરક્ષિત જગ્યાઓ પર આશ્રય આપવામાં આવ્યો છે. અબડાસા તાલુકાના જખૌ બંદર ને પણ ખાલી કરી દેવામાં આવ્યો છે. કચ્છ બહારના માછીમારોને સરકારી બસ મારફતે પોતાના વતન મોકલી દેવામાં આવ્યો છે, તેમજ સ્થાનિક માછીમારોને જખૌ ગામ તેમજ નલિયા વગેરે જેવા વિસ્તારમાં માં સુરક્ષા ના ભાગ સ્વરૂપે સ્થળાંતર કરવામાં આવ્યો છે. જેથી, કોઈ જાન-હાની થઈ શકે નહીં. તેમજ માછીમારોને દરિયો ખેડવા પર એક્દમ મનાઈ કરી દેવામાં આવી છે. પચ્છીમ કચ્છના જખૌ બંદર પર વાવાઝોડું ત્રાટકવાની સંભાવના હોવાથી, આજ રોજ સ્થાનિક નિરીક્ષણ અને સ્થાનિક લોકોની સુરક્ષા માટે પચ્છીમ કચ્છ ના એસ પી સાહેબ શ્રી જખૌ બંદર ની મુલાકાતે આવ્યા હતા.
હાલે ગુજરાત ભર માં કોવિડ-૯ બીજી લહેર ચાલુ છે, સાથે તૌકતે નામક વાવાઝોડાની સંભાવના વચ્ચે, કોવિડ-૧૯ નું સંક્રમણ ને અટકાવવો અને તૌકતે નામક વાવાઝોડા ની સંભાવના વચ્ચે સ્થાનિકોને સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતર કરી, સુરક્ષિત રાખવો. જે ખૂબ જ મુશ્કેલ કાર્ય છે, પરંતુ પચ્છીમ કચ્છ પોલીસ અને ખાસ કરીને જખૌ પોલીસ અને જખૌ મરીન પોલીસ ના સ્ટાફ ની કામગીરી ખૂબ જ સરાહનીય છે. કોવિડ-૧૯ સંક્રમણ ન વધે તે માટે તકેદારી રાખવી અને તૌકતે નામક વાવાઝોડા ની સંભાવના વચ્ચે સ્થાનિકોને સુરક્ષિત સ્થળાંતર કરવો.
ધન્ય છે પચ્છીમ કચ્છ પોલીસ ના જવાનો ને.