જિલ્લામાં જુગાર બાબતે 4 જગ્યાએ રેડ કરતાં 16 ઇસમો ઝડપાયા

મળતી માહિતી મુજબ/ જામનગર શહેર અને લાલપુરમાં પોલીસે જુગાર બાબતે અલગ-અલગ 4 જગ્યાએ છાપો મારી 16 ઇસમોને દબોચી લીધા હતા. પોલીસે આ ઇસમો પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કર્યું હતું. જયારે એક છાપો મારતા 09 ઇસમોઓ નાસી છૂટયા હોવાથી તેઓને ફરારી જાહેર કરવામાં આવ્યા હતા.