જામનગરમાં માતા અને પુત્ર પર 4 ઇસમોએ હુમલો કર્યો

મળતી માહિતી મુજબ/ જામનગરમાં ઘરારનગર-2 વિસ્તારના સલીમ બાપુ ના મદ્રેસા નજીક રહેતા યુવકે પોતાના ઉપર અને પોતાની માતા ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના જ કુટુંબીજનો એવા ચાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવાઇ છે. ઇસમોએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ સમયે તેની માતા બચાવવા માટે વચ્ચે પડતાં તેને પણ માર મરાયો હતો. સીટી બી ડિવિઝન પોલીસે ચારેય ઇસમો વિરુદ્ધ હુમલા અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.